ટ્વિનીંગ કાર્યક્રમ અહેવાલ

 

                    ટ્વિનીંગ કાર્યક્રમ અહેવાલ

 

             તા. 22-02-2021 ના રોજ શ્રી કેરીયા નં ૧ પ્રાથમિક શાળા  – પાટી નો શ્રી ઢાંકણીયા પ્રાથમિક શાળા સાથે ટ્વિનીંગ પ્રોગ્રામ કરવામાં આવ્યો. કોવિડ-19 ની વર્તમાન પરિસ્થીતીને ધ્યાને લઈને આ કાર્યક્રમ નું આયોજન  Teams application  દ્વારા ઓનલાઇન કરવામાં આવ્યું હતું..

 

 

                                    

 

 

       સૌ પ્રથમ અમારી શ્રી કેરીયા નં ૧ પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા સુંદર મજાની પ્રાર્થના દ્વારા કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.

      કેરીયા નં ૧ શાળાના મદદનીશ શિક્ષક શ્રી પ્રેમજીભાઈ નાકિયા સાહેબ દ્વારા શાળાનો પરિચય આપવામાં આવ્યો તથા શાળા નિદર્શન નો વિડીયો બતાવવામાં આવ્યો.આ કાર્યક્રમમાં  શ્રી ઢાંકણીયા પ્રાથમિક શાળાના આચાર્ય , શિક્ષકો અને બાળકો તેમજ અમારી કેરીયા નં ૧ શાળાના આચાર્ય , શિક્ષકો અને કન્યા ઉત્સાહપૂર્વક  ભાગ લીધો.

 

                      

   

                 ત્યારબાદ શાળાની ધોરણ -૮ ની વિદ્યાર્થીની ભુવા રોશની દ્વારા “માતૃભાષા દિન” ની ઉજવણી નિમિત્તે ‘માતૃભાષા’ અંગેની મહત્વની જાણકારી આપવામાં આવી.ત્યારબાદ શાળાના શિક્ષિકાબહેન શ્રી પ્રિયંકાબેન ગોહેલ દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું.

 

          ત્યારબાદ શાળાના શિક્ષિકાબહેનશ્રી ગીતાબેન પટેલ દ્વારા બાળકોને સરસ મજાની વાર્તા કહેવામા આવી.બાળકોને પણ ખુબ જ મજા આવી.ત્યારપછી જનરલ નોલેજ  અંતર્ગત ક્વિજ નુ આયોજન કરવામા આવેલ જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમ માં કાવ્યગાન પણ રાખવામાં આવેલ .જેમા સમુહમાં કાવ્યગાન કરાવવામાં આવેલ.

 

                          

                                               

 

             આ ટ્વિનીંગ કાર્યક્રમમાં શાળાઓની ધો. ૬ થી ૮ ની કન્યાઓ દ્વારા અભિનય ગીત અને સાંસ્કુતિક ગરબાની રજુઆત કરવામાં આવી.

 

                અંતમાં પરસ્પર આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

 

                                          આભાર

Comments