રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી નિમિત્તે શપથ લેતા કેરીયા નંબર 1 પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ
ભારતમાં 25 મી જાન્યુઆરી 1950 ના દિવસે ચૂંટણી પાંચની સ્થાપના કરવામાં આવી હતી. ઈ.સ. 2011 માં માનનીય રાષ્ટ્રપતિ પ્રતિભાસિંહ પાટીલ દ્વારા પ્રથમવાર #રાષ્ટ્રીયમતદાતાદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે 25 જાન્યુયારીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ચૂંટણી કામગીરીમાં શ્રેષ્ઠ ફરજ બજાવનાર કર્મચારીઓને "મેરીટ સર્ટીફિકેટ" એનાયત કરવામાં આવે છે.
ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. વર્ષોવર્ષ મતદાનની ટકાવારીમાં ઘટાડો થતો હોવાથી આ દિવસ ઉજવવાનું શરૂ કરાયું હતું. ચાલુ વર્ષે 10 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળામાં ઉજવવામાં આવ્યો.
રાષ્ટ્રીય મતદાતા દિવસની આ વર્ષની થીમ છે- "નિર્વાચન જાગૃતતા, સશક્ત" લોકતંત્ર. અત્રેની બંને શાળાના શિક્ષકશ્રીઓ તથા બાળકો, બી.એલ.ઑ. શ્રીઓએ આ દિવસની ઉજવણી કરી હતી. નાની ઉમરથી જ બાળકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે જરૂરી છે. આજે સૌએ પ્રતિજ્ઞા લીધી હતી. ચાલુ વર્ષે જ અઢાર વર્ષ પૂર્ણ કરી, જે યુવક-યુવતીઓ પ્રથમવાર મતદાન કરવાના છે તેમના માટે એક નારો આપવામાં આવ્યો છે. "મતદાતા બનવા પર ગર્વ છે, મતદાન માટે તૈયાર છીએ".
પ્રતિજ્ઞા- "અમે ભારતના નાગરિકો,લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને હાથી પ્રતિજ્ઞા લઇએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ,વંશ,જ્ઞાતિ,જાતિ,ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું.






Comments
Post a Comment