બાળ વાર્તાઓ
મા-બાપના ખોળામાં માથું રાખી સૂતા સૂતા વાર્તા સાંભળવી એ બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. બાળકને તેના વડીલો નવા કપડાં, નવા રમકડાં કે ઘરેણાં આપે એના કરતાં એને નવી વાર્તા કહી સંભળાવે તેનું મહત્વ અનેકગણું વધારે છે. આપણે ત્યાં ગિજુભાઈ બધેકાએ કહેલી બાળ વાર્તાઓ તો છેલ્લી કેટલીય પેઢીથી વંચાઈ, કહેવાઈને ઘર ઘરની લોકકથા બની ગઈ છે. અન્ય સર્જકોએ પણ સરસ બાળ વાર્તાઓ લખી છે. બાળકોને હોંશે હોંશે સાંભળવી ગમે અને વાંચવી ગમે એવી ઢગલાબંધ, એક એકથી ચડે તેવી બાળ વાર્તાઓ આપણી પાસે છે. અહીં આવી કેટલીક લોકપ્રિય બાળ વાર્તાનો સંગ્રહ રજૂ કર્યો છે:
|
Comments
Post a Comment